SDP

 Student Development Programs

ડૉ.પરાગ દેવાણી, 

પ્રોગ્રામ કો. ઓર્ડીનેટર

 વર્ષ ૨૦૧૭-૧૮માં થયેલ પ્રવૃતી

  • -કારકિર્દી અને રોજગારલક્ષી માર્ગદર્શન માટે વ્યાખ્યાન નું આયોજન યુનિવર્સિટી ખાતે તા.૨૮-૦૭-૨૦૧૭ ના રોજ કરવામાં આવેલ તેમાં યુનિવર્સિટીનાં તમામ અનુસ્નાતક ભવનોના વિધાર્થીઓ હાજર રહેલ હતા. જેમાં સરકારશ્રી દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા જેવીકે UPSC, GPSC, બેંક, રેલ્વે, GSSSB વગેરે વિભાગમાં થતી ભરતીઓ માટે કયું મટીરીયલ્સ વાંચવું, કઈ વેબસાઈટ્સ ઉપરથી રોજગારલક્ષી માહિતી મેળવવી તેમજ ભવિષ્યમાં કઈ ભરતી આવવાની છે અને કેટલી જગ્યાઓ ખાલી થવાની છે તેના સંદર્ભે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ની  માહિતી એસ.ડી.પી. કો. ઓર્ડીનેટર દ્વારા આપવામાં  આવેલ હતી.
  • -યુનિવર્સિટીનાં તમામ અનુસ્નાતક ભવનોના વિધાર્થીઓને રોજગારલક્ષી માહિતી મળે તે માટે યુનિવર્સિટી ખાતે નોટીસ બોર્ડ પર તેની માહિતી મુકવામાં આવે છે.
  • -એસ.ડી.પી. તથા ગુજરાત ક્વિઝ અંતર્ગત ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ક્વિઝનું આયોજન યુનિવર્સિટી ખાતે તા. ૨૯-૦૮-૨૦૧૭ નાં રોજ કરવામાં આવેલ અને તેમાં યુનિવર્સિટીનાં તમામ અનુસ્નાતક ભવનોના આશરે ૮૦ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં કુલ ૫૦ ગુણનું MCQs નું પેપર રાખવામાં આવેલ હતું અને તેમાંથી અલગ-અલગ અનુસ્નાતક ભવનોનાં એક વિધાર્થી અને એક વિધાર્થીની ને પ્રથમ નંબર આપવામાં આવેલ હતો જેની યાદી નિચે મુજબ દર્શાવેલ છે.
ક્રમવિદ્યાર્થીનું નામડીપાર્ટમેન્ટનું નામ પુરુષ/સ્ત્રી
1.

મારું સંજય એમ.

સમાજશાસ્રપુરૂષ
2.પરમાર ક્રિષ્ના વી.સમાજશાસ્રસ્ત્રી
3.રાવલીયા પીયૂષ એમ.લાઇફ સાયન્સપુરૂષ
4.ગોહેલ સ્વાતી એચ.લાઇફ સાયન્સસ્ત્રી
5.લાવડીયા કમલેશકુમાર આર.અંગ્રેજીપુરૂષ
6. દવે ક્રિષ્ના જે.અંગ્રેજીસ્ત્રી

રોજગારલક્ષી માહિતી દર્શાવતુ નોટીસ બોર્ડ

યુનિવર્સિટી ખાતે નોટીસ બોર્ડ પર જે રોજગારલક્ષી માહિતી મુકવામાં આવે છે. તે અહિં દર્શાવેલ છે. 

Rojgar Notice board